ઓફીસીયલ વેબસાઇટ જગદ મંદિર - દ્વારકા
  દ્વારકાધીશ.ઓઆરજી
  
જગદ-મંદિર
  
સુવર્ણ નગરી દ્વારકા
  
શ્રી ક્રુષ્ણ અવતાર
  
દ્વારકા દર્શન
  
દેવસ્થાન સમિતિ
  
ટુર ગાઇડ
  
ડાઉનલોડ પ્રસાદ
  
ધ્વજા આરોહણ
  
ઉત્સવ કેલેન્ડર
News & Events
-------
દેવસ્થાન સમીતી - ડોનેશન અપીલ
 

 જાહેર વિજ્ઞપ્‍તી

દ્વારકા સમગ્ર ભારતવર્ષનું ચારધામ અને સાતપુરી પૈકીનું એક મોટું તિર્થધામ છે. પ્રતિવર્ષ ભારત તેમજ વિદેશમાંથી શ્રધ્‍ધા અને ભક્તિભાવનાથી લાખોની સંખ્‍યામાં લોકો શ્રી દ્વારકાધીશજીના દર્શને દ્વારકા પધારે છે.
આંગતુક યાત્રિકોને રહેવા જમવા વિગેરેની વ્‍યવસ્‍થા હાલના તબક્કે અપૂર્ણ હોઈ તે માટે હાલના સમયને અનુરુપ બની રહે તેવી રહેવાની જમવાની-સુવિધા માટે અદ્યતન વિશ્રાંતિગૃહ તેમજ શુદ્ધ સારા સાત્વિક ભોજનની વ્‍યવસ્‍થા માટે વિશાળ ભોજનાલયનું આયોજન  તેમજ અન્‍ય બીજી યોજનાઓ હાથ ધરાઈ છે, જેનો અંદાજીત ખર્ચ રુ.૧.૧૦ કરોડ છે, તેમજ આંગતુક યાત્રિકોને શ્રધ્‍ધા ભાવના તેમજ પરમાત્‍મા શ્રીકૃષ્‍ણચંદ્રની અસલી દ્વારકાનું દર્શન કરાવવા અન્‍ય યોજનાઓ પણ વિચારેલ છે, જેમા ઉદાર હાથે દાન આપનાર દાતાઓની સેવાની ખાસ આવશ્‍યકતા છે. આ ભગીરથ કાર્યને વહેલી તકે મૂર્મિમંત બનાવવા આપ સૌ જરુર મદદરુપ બની આ કાર્યો સાકાર બનાવશો એવી આશા સાથે અભ્‍યર્થના કરીએ છીએ.

આ છે અમારી યોજનાઓ

  1. શુદ્ધ,સારું અને સાત્વિક ભોજન માટે ભોજનાલય. (પૂર્ણ થયેલ છે.)
  2. અદ્યતન, વિશાળ અને બાગબગીચા સાથેનું વિશ્રાંતિ ગૃહ, આ અદ્યતન વિશ્રાંતિગૃહમાં એક રુમ બનાવવાનો અંદાજીત ખર્ચ રુ. ર/- લાખ અને તે રુમ  બંધાવી  આપનાર દાતાની નામની તકતી પણ મુકાવી શકાશે. (પૂર્ણ થયેલ છે.)
  3. આંગતુક યાત્રિકોના ભક્તિભાવને વાચા આપવા દ્વારકાધીશ મંદિરમાં વિશાળ કિર્તન હોલ.
  4. શ્રી દ્વારકાધીશ મંદિરમાં યાદવેન્‍દ્ર શ્રીકૃ્ષ્‍ણચંદ્ર પ્રભુની લીલાની પીકચરીયલ ગેલેરી.
  5. મંદિરમાં હવેલી સંગીત, શાસ્‍ત્રીય સંગીત, તેમજ ભજનો, શ્લોકો, પ્રાર્થનાઓની રેકર્ડો દ્વારા પ્રસારણ કરવા ડેકનું આયોજન.
  6. શ્રી કૃષ્‍ણચંદ્રની બાળલીલાઓનું દર્શન કરાવવા પ્રકાશ અને ધ્‍વનિ પ્રસારણ (લાઈટ એન્‍ડ સાઉન્‍ડ)
  7. શિતલ જલ સેવા
  8. ધાર્મિક ક્રિયાઓ કરવા માટે ગોમતીઘાટ ઉપર સુવિધાઓ.
  9. શ્રીમદ ભાગવત સપ્‍તાહ, યજ્ઞ, હવન વગેરે શાસ્‍ત્રોક્ત વિધિના આયોજન માટે શ્રી દ્વારકાધીશ મંદિરની બાજુમાં સત્‍સંગ હોલની સુવિધા.
  10. આ ઉપરાંત સ્‍થાનિક સંસ્‍થાઓ તેમજ સરકારશ્રીની સહાયથી નીચે મુજબની યોજનાઓ હાથ ધરવા વિચારાયેલ છે. 
    (અ)  બાળક્રિડાંગણ 
    (બ)  અભ્‍યારણ્‍ય 
    (ક)  મરીન એકવેરીયમ અને મ્‍યુઝિયમ 
    (ડ)  દ્વારકાધામની પરિસરમાં આવેલ અન્‍ય મુખ્‍ય અગત્‍યના  દર્શનીય મંદિરો જેવા કે રુક્ષ્‍મણિ મંદિર નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર, ગોપીતળાવ તેમજ (બેટ શંખોદ્ધાર) બેટના વિકાસ અંગેના કાર્યો હાથ ધરવાનું વિચારાયેલ છે. 
    (ઈ) દ્વારકા દોરી જતાં રસ્‍તાઓ ઉપર વૃક્ષારોપણ.

ઉપરોકત તમામ યોજનાઓને સાકાર બનાવવા આપ ઉદાર હાથે મદદરુપ બની આ ભગીરથ કાર્યોને પૂર્ણતાના શિખરે પહોંચાડવા સહાય-રુપ બનશો અને ઉદાર હાથે ફાળો આપશો તેવી અમારી અભ્‍યર્થના સાથે વિનંતી છે.

શ્રી દ્વારકાધીશ મંદિર વિકાસ યોજનામાં દાન આપનાર દાતાને યોજનાના અનુક્રમ નંબર ૧ થી ૩માં દાન આપનારને ૫૦ ટકા ઈન્‍કમટેક્ષ ફ્રી છે. કાર્યો માટે નીચેના સરનામે રકમ મોકલી શકાશે, અને મોકલનાર મહાનુભાવોને રકમ મળ્યા અંગેની પહોંચ અત્રેથી મોકલી આપવામાં આવશે, અને તેઓની ઈચ્‍છાનુસારના કાર્યોમાં રકમનો વિનિયોગ કરવામાં આવશે. જીજ્ઞાસુઓને વધુ માહિતિ માટે રુબરુ અથવા ટપાલ દ્વારા સંપર્ક સાધવા વિનંતી છે.

શ્રી દ્વારકાધીશ મંદિરને ભેટ આપવા માટેની રકમનો ચેક કે ડ્રાફટની વિગત માટે, ‘‘વહીવટદારશ્રી, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા‘‘ ના નામે સ્‍ટેટ બેંક ઓફ સૌરાષ્‍ટ્ર દ્વારકમાં ચુકવણીપાત્ર થાય તે રીતે મોકલવાના થાય છે. કચેરીનો વહીવટ સરકારશ્રીનાં નિયમ મુજબ તમામ જાહેર રજાઓના દિવસો સિવાય સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્‍યા સુધી તથા બપોરે ૩-૦૦ થી ૬!-૧૦ વાગ્‍યા સુધી કરવામાં આવે છે.

 

 
 
creativewebdesignstudio.comvisitnetworld.comalpesh.us
Copyright © 2008 Dwarkadhish.org, All Rights Reserved. - Powered by Gujarati Content Services