ઓફીસીયલ વેબસાઇટ જગદ મંદિર - દ્વારકા
  દ્વારકાધીશ.ઓઆરજી
  
જગદ-મંદિર
  
સુવર્ણ નગરી દ્વારકા
  
શ્રી ક્રુષ્ણ અવતાર
  
દ્વારકા દર્શન
  
દેવસ્થાન સમિતિ
  
ટુર ગાઇડ
  
ડાઉનલોડ પ્રસાદ
  
ધ્વજા આરોહણ
  
ઉત્સવ કેલેન્ડર
News & Events
-------
કૃષ્‍ણ અવતાર - ‘પૂર્ણ‘ પુરુષોત્તમ
 

કૃષ્‍ણઅવતાર- પૂર્ણ પુરુષોતમ

પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્‍વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્‍યક્તિત્‍વ સમાન મનુષ્‍ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.

યદુકુળ ;
યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્‍તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્‍ણના દાદા) તેમના રાષ્‍ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્‍દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્‍ય જૂથ વૃષિ‍ણી પર રાજ ચલાવતું. ત્‍યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી ‍ વૃષિ‍ણી જૂથના હતાં. શ્રી કૃષ્‍ણનો જન્‍મ દેવકી અને વાસુદેવને ત્‍યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્‍વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્‍યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.
આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્‍ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્‍ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્‍યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્‍યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્‍ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં.  આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્‍છુક બનાવ્‍યો. કંસ સ્‍વભાવે સત્તા ભૂખ્‍યો હોવાથી સ્‍વકેન્‍દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્‍યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.
દ્વાપર યુગ (હિન્‍દું શાસ્‍ત્ર પ્રમાણે  ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્‍યો જેવું વર્તન કરવા લાગ્‍યા આ સમયે પૃથ્‍વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્‍ણે પૃથ્‍વી પર અવતાર લીધો હતો. તેમનો જન્‍મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્‍ણનો જન્‍મ વાસુદેવને ત્‍યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્‍યાં વિત્‍યું હતું. શ્રી કૃષ્‍ણની લીલાથી ગોવાળિયાઓ ધન્‍ય થઈ ગયા હતા. બાળસ્‍વરુપ દરમિયાન જ શ્રી કૃષ્‍ણએ દૈત્‍ય – રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્‍મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્‍ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્‍તિ બાદ શ્રી કૃષ્‍ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્‍થાપિત કર્યા ત્‍યારે સ્‍વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્‍પ વર્ષા કરી શ્રી કૃષ્‍ણને બિરદાવ્‍યા હતા.
મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્‍ણએ ઉદ્વવોને આત્‍મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્‍થળી યોજી હતી. ત્‍યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

 

 
 
creativewebdesignstudio.comvisitnetworld.comalpesh.us
Copyright © 2008 Dwarkadhish.org, All Rights Reserved. - Powered by Gujarati Content Services